કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

- text


માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ગત તા. 4ના રોજ બપોરે 2 થી 2-30 વચ્ચે માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર રેલ્વે ઓવર બ્રિજનો ઢાળ ઉતરતા વડવાળા હોટલ સામે પંચવટીના પાટીયા પાસે કન્ટેનર નં. જી.જે ૧૨ બી.એકસ ૦૬૩૫ એ બાઈક નં.જી.જે ૩૬ ઓ ૪૪૮૯ ને હડફેટે લઇ પાછળથી ઠોકર મારી દીધી હતી. જેના કારણે બાઇકચાલક અલ્તાફભાઈ શકિલભાઇ જામ (ઉ.વ. ૨૬) પડી જતા તેને શરીરે સામાન્ય તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ કન્ટેનરચાલક બનાવ સ્થળેથી ભાગી ગયો હતો.

- text

આ બનાવ અંગે ગઈકાલે તા. 13ના રોજ મૃતકના પિતા સકિલભાઇ તાજભાઇ જામ (ઉ.વ. ૪૫, ધંધો ખેતી, રહે. જુના દેવળિયા, તા. હળવદ)એ કન્ટેનરચાલક સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનરચાલક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ હાલમાં પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીને શોધવા ફરિયાદ હાથ ધરી છે.

- text