મોરબીના લાલબાગ ખાતે નાસ્તાની લારીઓને ધંધો શરુ કરવાની મંજૂરી આપવા કલેક્ટરને રજુઆત

- text


મોરબી : મોરબીના લાલબાગ નાસ્તા ગલી વેપારી મંડળ દ્વારા નાસ્તાની લારીઓને રોજગાર-ધંધા માટે મંજૂરી આપવા અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં સામા કાંઠે, લાલબાગની દિવાલ પાસે મોરબી નગરપાલીકા દ્વારા આપવામાં આવેલ જગ્યામાં ટોટલ 35-40 લોકો છુટક-છટક ખાવા-પીવાની રેકડી રાખીને ધંધો કરતા હતા. હાલ સરકારના નિયમો અનુસાર લોકડાઉન હોય અને ધંધો બંધ હોય, બાકીના બંધા ધંધાને મંજુરી આપેલ છે. તો રેંકડીવાળાઓના ધંધાને પણ સરકારના નિયમ મુજબ મંજુરી આપવા અરજ કરેલ છે.

- text

વધુમાં, જણાવ્યું છે કે હાલમાં ધંધો બંધ છે, તેઓ ગરીબ અને કુંટુંબ કબીલા વાળા છે. તેઓની રોજી-રોટીનો આધાર આ ધંધા હોય. તેથી, હાલમાં સંપર્ણ આવક બંધ હોય, જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે. સરકારી નિયમો અનુસાર સવારના 5થી સાંજના 7 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવે, તેવી અપીલ કરાઈ છે. તેમજ તેઓ સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરશે, સેનેટાઈઝરનો ઉપયોગ કરશે અને માસ્ક પેહરીને જ ધંધો કરશે, સરકારી નિયમોનું પાલન કરશે, તેવી ખાતરી આપવામાં આવી છે.

- text