મોરબી : શનિવારે લેવાયેલા 68 સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટમાં રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ અંતર્ગત ગઈકાલે શનિવારે કુલ 68 લોકોના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલનો આજે રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબીના તંત્રએ રાહતનો દમ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હાલમાં એક માત્ર ટંકારાના જયનગર ગામના યુવાન જ કોરોનાનો એક્ટિવ કેસ છે. જેની પણ તબિયત સારી હોવાથી ટુકસમયમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે.

- text

- text