હળવદના માથક ગામની સીમમાંથી ૮૬ બોટલ દારૂ ઝડપાયો

- text


પાર્ટી સ્પેશિયલ પ્યાસીઓની પાર્ટીમાં પહોંચે એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ : આરોપીની શોધખોળ

હળવદ: હળવદ તાલુકાના માથક ગામની સીમ વિસ્તારની એક વાડીમાંથી હળવદ પોલીસે ૮૬ બોટલ દારૂને ઝડપી લીધો છે જો કે પોલીસની રેડ દરમિયાન આરોપી મળી ન આવતા પોલીસ દ્વારા રૂપિયા ૨૫૮૦૦ના દારૂ સાથે આરોપી એવા વાડી માલિક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને લોકડાઉન દરમિયાન દારૂના પ્યાસીઓ ને દારૂની બોટલો મળી બહુ મુશ્કેલ બની ગઈ છે અને જો મળે છે તો તેના રૂપિયા વધુ ચૂકવવા પડે છે તે હકીકત છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ રૂપિયા રળી લેવાની લાલચ માથક ગામના એક શખ્સ ને ભારે થઈ પડી છે વાડીએ ખેતી કરવાને બદલે દારૂનો વેપલો ચાલુ કરતાં જ પોલીસ ત્રાટકી હતી અને ૮૬ બોટલ દારૂ ઝડપી લીધો છે જોકે વાડી માલિક આરોપી મળી ન આવ્યો હતો પોલીસ દ્વારા તેના પર ગુનો નોંધ્યો છે.

- text

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ પીએસઆઇ પી.જી પનારાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના વી.ટી સિહોરા, દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ અને મુમાભાઈ કલોત્રા આજે ચરાડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મળેલ બાતમીના આધારે માથક ગામ થી રાતાભેર જવાના રસ્તા પર આવતા ચેપા કુવા પાસે મયુરભાઈ અશોકભાઈ કોળી ની વાડીએ ઇંગ્લીશ દારૂનો જથ્થો પડયો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસ દ્વારા આ વાડીએ દરોડો પાડવામાં આવતા ૮૬ બોટલ દારૂ ની મળી આવી હતી જોકે વાડી માલિક મયુરભાઈ અશોકભાઈ કોળી મળી ન આવ્યા હતા પોલીસ દ્વારા ૮૬બોટલ દારૂ કિંમત રૂપિયા ૨૫૮૦૦ કબજે લઇ પોલીસ મથકે લઇ આવી વાડી માલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text