રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મોરબીના વતની ડો. દિવ્યેશ શેરસિયા

- text


મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ગુજરાતમાં પણ ભરડો લીધો છે. કોરોનના સંક્રમણને અટકાવવા ત્રીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ આ કોરોનાના સંકટ વચ્ચે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સ્ટાફ સતત દિવસ-રાત ખડેપગે છે. તેમજ તેઓ જીવના જોખમે આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે.

- text

ત્યારે મોરબીના રહીશ ડાયાલાલ શેરસિયા અને રંજનબેન શેરસિયા પુત્ર ડો. દિવ્યેશ શેરસિયા પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ કોરોના કહેર વચ્ચે કોરોનાના દર્દીઓની સારવાર કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ રાજકોટની મેડીકલ કોલેજ PDUમાં MBBS નો અભ્યાસ પૂણઁ કરી રાજકોટ સિવીલ હોસ્પિટલમાં MD નો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં ડો. દિવ્યેશ રાજકોટ રાજકોટની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે તેમના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી તેમનું સ્વાસ્થ્ય સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરેલ છે.

- text