મોરબી : શુક્રવારના બે શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ

- text


હળવદના 60 વર્ષના વૃદ્ધ અને માળીયા તાલુકાના 57 વર્ષના મહિલાના રિપોર્ટ નેગેટિવ આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે શુક્રવારે મોરબીમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેના કોરોના રિપોર્ટ પણ નેગેટિવ જાહેર થયા છે.

મોરબી સિવિલમાં ગઈકાલે શુક્રવારે હળવદના 60 વર્ષના વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જ્યારે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં આવેલા માળીયાના ખીરઇ ગામના 57 વર્ષના મહિલામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા હતા. જે બંને રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં 5 એપ્રિલે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તમામ શંકાસ્પદ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text