મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 29 કેસ : 73ની અટકાયત

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન-2 માં પણ પોલીસે બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર તવાઈ ઉતારી છે. જેમાં ટોળું ભેગું થવું, બીજજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવી, ગેરકાયદે પેસેન્જર વાહનોની હેરફેર તથા બિનજરૂરી કામ અવરજવર કરતા લોકો સામે પોલીસે લોકડાઉનના જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

મોરબી જિલ્લામાં શુક્રવારે પોલીસે લોકડાઉનના જાહેરનામાના ભંગ હેઠળ ગુના નોંધ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાના 11 કેસો નોંધવામાં આવ્યા હતા અને 11 દુકાનદારોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ટોળું ભેગું થયું હોય તેવા 13 કેસો નોંધીને 56 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ બિનજરૂરી અવરજવરના 5 કેસો નોંધી પાંચેયની અટકાયત કરવામાં આવી હતી. તથા મોરબી જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ રીતે મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાના ભંગના 29 કેસ નોંધીને 73 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text