Morbi Updateના FB પેઈજ પર સાંજે 6 વાગ્યે સાંભળો સાંઈરામ દવેને લાઈવ

- text


‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે વચ્ચેનો ખાસ માણવા જેવો સંવાદ

મોરબી : લોકડાઉન દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર ‘મોરબી અપડેટ’ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. આથી, હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે ‘મોરબી અપડેટ’ ખાસ શો લઈને આવ્યું છે.જેમાં દદરોજ દરેક ક્ષેત્રેના મહાનુભાવો સાથે લાઈવ સંવાદ કરવામાં આવે છે. ત્યારે આજે મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા હાસ્ય કલાકાર તેમજ લોકસાહિત્યકાર સાઈરામ દવે વચ્ચે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર લાઈવ ઇન્ટ્રેક્શન યોજાશે.

કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. લોકડાઉનના કારણે લોકોની જીવનશૈલીમાં ચોક્કસપણે ફેરફાર આવ્યો છે. એવું પણ કહી શકાય કે લોકો આ જીવનશૈલીમાં ગોઠવાય ગયા છે. તેમજ ઘરેબેઠા પણ કોરોનાથી બચવા સોસીયલ ડિસ્ટન્સ સહીતની અનેક તકેદારીઓ રાખવી આવશ્યક છે. ત્યારે લોકડાઉન ખૂલે પછી પણ અનેક તકેદારીઓ રાખવી પડશે. જેથી, કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ. તેમજ આંશિક છૂટછાટ આપવામાં આવે તો પણ અમુક બાબતો માટે સુવિધાની સાથે અમુક અડચણ ઉભી થવાની શક્યતા પણ છે. ત્યારે ‘લોકડાઉન પાલન અને કરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવી સહિતના અનેક પાસાઓની ચર્ચા કરવા માટે ખાસ ‘મોરબી અપડેટ’ દ્વારા જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવે સાથે ઈન્ટ્રેક્શન ગોઠવવામાં આવ્યું છે. જે આજે તા. 24 એપ્રિલના રોજ સાંજે 6.00 કલાકે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર લાઈવ નિહાળી શકાશે. આ ઈન્ટ્રેકશનમાં ‘મોરબી અપડેટ’ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને સાઈરામ દવે વચ્ચે માણવાલાયક મહત્વપૂર્ણ સંવાદ થશે. તો ‘મોરબી અપડેટ’ના ફેસબુક પેઈજ ઉપર પરિવાર સાથે આ લાઈવ ઇન્ટ્રેકશન નિહાળવાનું ભૂલશો નહિ.

- text

https://www.facebook.com/morbiupdate/


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text