મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 31 કેસોમાં 79 આરોપીઓ પકડાયા

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા મળેલ સુચના આધારે મોરબી જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગઈકાલે તા. 23ના રોજ મોરબી પોલીસ દ્રારા દુકાનો ખુલ્લી રાખવા બાબતના કુલ 12 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 12 આરોપીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ટોળું ભેગુ થયેલ હોય તેવા કેસો કુલ 13 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 59 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં, બિનજરૂરી અવરજવરના કુલ 6 કેસ કરવામાં આવેલ છે. જેમાં કુલ 8 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ મોરબી જીલ્લામાં લોકડાઉનની પરિસ્થિતીમાં કુલ 9 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. આમ, મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 31 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 79 આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text