મોરબી LCBએ મધ્યપ્રદેશના ડબલ મર્ડર સાથે ધાડના ગુનાના એક આરોપીને ઝડપી પાડ્યો

- text


મોરબી : ગત તા. 6 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ રાજયના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર સાથે ધાડનો ગુનો આચરી એક આરોપી નાસી ભાગીને મોરબી જિલ્લામાં આવેલ હોવાની માહિતી સાથે ગઈકાલે તા. 16ના રોજ મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનની ટીમ આરોપી પકડવા માટે મોરબી ખાતે આવેલ હતી.

બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ પો.સ્ટે. વિસ્તારના પવલી, બયડા, ધુલેટ, સોનગઢ, અમોદીયા રોડ ઉપર આવેલ ખેતરે દોલતરામ રામાજી સિર્વી (ઉ.વ.60) તથા તેના પુત્ર બબલુ (ઉ.વ.35) બન્ને પોતાના ખેતરે રાખેલ ડુંગળીના પાકનુ રખોપુ કરતા હતા. તે દરમ્યાન ચાર મોટર સાયકલ ઉપર આઠ અજાણ્યા માણસો ડુંગળીની બોરી નંગ 8, કિ.રૂ. 6000ના પાકની લૂંટ કરી લઇ ગયા હતા. બાદમાં દોલતરામ અને બબલુ આરોપીઓની પાછળ જતા આરોપીઓએ પોતાની પાસેના હથિયાર દેશી બનાવટના કટ્ટામાંથી દોલતરામ અને બબલુ ઉપર ફાયરીંગ કરી ઇજા કરતા બબલુ સ્થળ ઉપર તથા દોલતરામ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ હતા.

- text

જે અંગે મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના રાજગઢ પો.સ્ટે.માં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ હતો. બાદમાં નાસીને મોરબી આવેલ આરોપીને પકડી પાડવા જરૂરી ટીમ બનાવી ટીમને જરૂરી માર્ગદર્શન આપી ઉપરોકત ડબલ મર્ડર સાથે ધાડના ગુનાનો આરોપી રાજુ ગુલા ડામોર (ઉ.વ. 30, રહે. ભાટીયા બયડી, તા.રાજગઢ, જી.ધાર)ને પકડી પાડી આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપેલ છે. આમ, મોરબી એલ.સી.બી. એ ડબલ મર્ડર સાથે ઘાડના ગુનાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text