આપ લોકડાઉનમાં ઘરે બેઠા પરિવાર સાથે રચનાત્મક પ્રવુતિ કરો છો તો તેનો વીડિયો ‘મોરબી અપડેટ’ સાથે કરો શેર

- text


આપનો 1 થી 3 મિનિટનો વીડિયો અમે મોરબીવાસીઓ સુધી પહોંચાડીશું : વિડિઓ 9913244602 ઉપર વોટ્સએપ કરી શકાશે

મોરબી : મોરબીમાં હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે તમે ઘરે બેઠા સમય પસાર કરવા જો પરિવાર સાથે કોઈ જે રચનાત્મક કે રસપ્રદ પ્રવૃતિ કરતા હોય તો તેનો વીડિયો જરૂરથી ‘મોરબી અપડેટ’ને મોકલો. જેથી ‘મોરબી અપડેટ’ આ વીડિયો દરેક મોરબીવાસીઓ સુધી પહોંચાડશે.

કોરોનાની મહામારીને અટકાવવા લોકડાઉન અમલી બન્યું છે. ત્યારે મોરબીમાં લોકો લોકડાઉન દરમિયાન ઘરમાં પોતાનો સમય પરિવાર સાથે હળીમળીને રસપ્રદ પ્રવૃતિઓ કરીને ગાળે છે. ઘણા પરિવારો ગેમ રમીને, ઘણા બાળકો રમતો રમીને કે પોતાની મનગમતી પ્રવૃતિઓ ડાન્સ, મ્યુઝિક, ચિત્રો દોરીને અને સિનિયર સિટીઝનો સત્સંગ કરીને તો ગૃહિણીઓ અવનવી વાનગીઓ બનાવીને આમ દરેક લોકો કઈકને કઈક ખાસ પ્રવૃત્તિથી સમય પસાર કરી રહ્યા છે.

- text

ત્યારે આપ કોઈ ખાસ રચનાત્મક કે રસપ્રદ પ્રવૃત્તિ ઘરમાં બેસીને કરતા હોય તો આ ખાસ પ્રવૃત્તિનો વીડિયો ‘મોરબી અપડેટ’ને મોબાઈલ નંબર 9913244602 ઉપર વોટ્સએપ કરી શકશે. આ વીડિયો 1 થી 3 મિનિટનો બનાવવાનો રહેશે. સાથે વ્યક્તિએ વીડિયોમાં શુ પ્રવુતિ થઈ રહી છે. તેની વિગત વીડિયો દરમિયાન બોલીને સંભડાવવાની રહેશે.

હાલ દરેક લોકો પોતાનો સમય ખૂબ રસપ્રદ પ્રવૃત્તિથી ગાળી રહ્યા છે. ત્યારે આ રસપ્રદ પ્રવૃત્તિને ‘મોરબી અપડેટ’ ના ફેસબુક પેઈજ અને યુટ્યૂબ ચેનલ મારફત તમામ મોરબીવાસીઓ સુધી પહોંચાડશે. તો તમે તમારી રસપ્રદ પ્રવૃત્તિનો વીડિયો ઉતારીને ‘મોરબી અપડેટ’ને મોકલવાનું ચુકશો નહિ.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text