મોરબીમાં ડ્રોન વડે માવાની ડિલિવરીનો વિડીયો બનાવી ટિકટોકમાં વાયરલ કરનાર શખ્સની અટકાયત

- text


બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે ગુનો નોંધવાની તજવીજ

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન ડ્રોન વડે માવાની ડિલિવરીનો વીડિયો બનાવીને ટિકટોકમાં મુકનાર શખ્સની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હોવાનુ સામે આવ્યું છે. વધુમાં આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધવાની તજવીન હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાયરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. આ દરમિયાન લોકડાઉનને લઈને પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના ભંગ કરતા લોકો સામે પણ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. બીજી બાજુ મોરબીમાં એક યુવાને ટિકટોકમાં માવાની ડ્રોન મારફતે ડિલિવરી કરવાનો એક વીડિયો મુક્યો છે. આ વિડીયોના આધારે પોલિસે તપાસ હાથ ધરી હતી.

- text

જેમાં આ વીડિયો મુકનાર યુવાન સામાકાંઠે રહેતો હોય અને તેનું નામ હિરેન પટેલ હોવાનું સામે આવ્યું છે. યુવાનની ઓળખ થયા બાદ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી છે. અને તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text