ટંકારામાંથી જુગાર રમતા ત્રણની અટકાયત

- text


ટંકારા : ગઈકાલે તા. 9ના રોજ ટંકારા પોલીસ દ્વારા ટંકારામાં નદીના સામા કાઠે ફુલવાળી પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુડાળુ કરી રોકડ રકમ રૂ. 2,190 સાથે જુગાર રમતા પરેશભાઇ વશરામભાઇ દેગામા (ઉ.વ. 20, ધંધો. ખેતી, રહે. ટંકારા નદીના સામા કાઠે), પરેશભાઇ વશરામભાઇ દેગામા (ઉ.વ.20, ધંધો. ખેતી રહે. ટંકારા નદીના સામા કાઠે) તથા વિપુલભાઇ ઉર્ફે માકડી ધીરૂભાઇ બાબરીયા (ઉ.વ.23, ધંધો. મજુરી રહે. ટંકારા ઉગમણાનાકા કોળીવાસ) ને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધી તેઓની અટકાયત કરવામાં આવી હતી.

- text