હળવદના અજિતગઢ ગામની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


યુવતીને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા

હળવદ : હળવદના અજિતગઢ ગામની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા યુવતીને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે.

હળવદ તાલુકાના અજિતગઢ ગામે રહેતી 18 વર્ષની યુવતીને ગતરાત્રે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેણીને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ યુવતીના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત લીધી હતી. બાદમાં ગઈકાલે મોરબીના બે બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા છે. જેમાં એક બાળક રાજકોટ દાખલ છે. આજે આ ત્રણ વ્યક્તિના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text