હળવદ શહેર ભાજપ દ્વારા લોકડાઉન વચ્ચે પ્રજા માટે ફરજ બજાવતા દરેક લોકોનો ઋણ સ્વીકાર કરાયો

- text


શહેર ભાજપ પ્રમુખે આરોગ્ય, પોલીસ, વહીવટી વિભાગના અધિકારી- કર્મચારી, સફાઈકર્મીઓ, કલાકાર મીત્રો, દાતાઓ અને મિડિયાકર્મીઓને પત્ર પાઠવી તેઓનું સન્માન કર્યું

હળવદ : હળવદ શહેર ભાજપ દ્વારા લોકડાઉન વચ્ચે પ્રજા માટે ખડેપગે રહીને ફરજ બજાવી રહેલા આરોગ્ય, પોલીસ, વહીવટી વિભાગના અધિકારી- કર્મચારી, સફાઈકર્મીઓ,કલાકાર મીત્રો, દાતાઓ અને મિડિયાકર્મીઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં આ તમામનું ભાજપ પ્રમુખ દ્વારા પત્ર પાઠવીને સન્માન કરવામાં આવ્યું હતું.

- text

હળવદમાં હાલની લોકડાઉનની સ્થિતિમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વહીવટી વિભાગ સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, સફાઈ કામદારો, મીડિયાકર્મીઓ તેમજ ઉદારદિલ દાતાઓ જન જીવનને ધબકતું રાખવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે શહેર ભાજપ દ્વારા આ તમામ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સંદિપભાઈ પટેલ, રમેશભાઈ ભગત દ્વારા આ તમામ લોકોને પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text