હળવદની બજારમાં લોકો ઉમટી પડ્યા : પોલીસની કડક કાર્યવાહી જરૂરી

- text


હળવદની મોટાભાગની બજારોમાં લોકો ઉમટ્યા : જવાબદાર તંત્ર તમાશો જોઇ બેઠું રહ્યુ હોય તેવો માહોલ

હળવદ : ખાસ કરીને હળવદ શહેરમાં લોકો લોક ડાઉનલોડનું ચુસ્તપણે પાલન નથી કરી રહ્યા અને આજે શહેરની બજારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા હતા. જો કે આ લોકોને ઘરે પરત મોકલવા કે સમજાવવા વાળું કોઈ જ ન હતું!!

કોરોના વાયરસ દિવસેને દિવસે કહેર વર્તાવતો જઈ રહ્યો છે ત્યારે હળવદ શહેરમાં વેપારી મહામંડળ દ્વારા એકાંતરે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આજે શહેરમાં લોકોની ભીડ એટલી હદે એકઠી થઈ હતી કે જાણે લોક ડાઉન ને જ ઉઠાવી લીધુ હોય તેમ મોટી સંખ્યામાં લોકો બજારમાં લટાર મારતા જોવા મળ્યા હતા. સાથે જ શહેરમાં અનાજ કરીયાણાની દુકાન ધારકો કોઈપણ જાતના સામાજિક અંતર જાણવાનુ કહ્યા વગર અનાજ કરીયાણાની દુકાનો પર લોકો ઉમટી પડ્યા હતા. તેમજ શહેરમાં ફ્રુટ અને શાકભાજીના વેપારીઓ મોટાભાગના હાથના મોજા કે પછી મોઢા પર માસ્ક પહેર્યુ ન હોવાનું જોવા મળ્યું હતું। આમ છતાં પણ આમને કહેવા વાળું કોઈ જ નથી..? હાલ તો કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેમ હળવદની બજારોમાં લોકો જોવા મળી રહ્યા છે.

- text

SPએ હળવદની મુલાકાત લેતા બજાર ટપોટપ બંધ થઈ ગઈ..!!

હળવદ શહેરમાં આજે મોટી સંખ્યામાં લોકો બહાર મુખ્ય રસ્તાઓ પર રખડપટ્ટી કરતા જોવા મળ્યા હતા. તેવામાં આજે બપોરે જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા એ હળવદ ની મુલાકાત લીધી હતી. જો કે જિલ્લા પોલીસ વડાના આગમન પૂર્વે ખુલ્લી રહેલી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને રસ્તાઓ પર રખડતા લોકો પણ સગેવગે થઈ ગયા હતા સાથે બેંક બહાર લાઈનો લગાવી ઉભેલા લોકો પણ પળવારમાં ગાયબ થઇ ગયા હતા..!!


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text