મોરબી-કચ્છથી માદરે વતન પગપાળા જઇ રહેલા શ્રમિકોની વ્હારે આવ્યું તંત્ર

- text


પોલીસની બસ મારફતે આગળ પહોંચાડવામાં આવ્યા

હળવદ : હાલમાં કોરોના વાયરસે માથું ઊંચક્યું છે. તેવા માહોલ વચ્ચે મોરબી અને કચ્છના કારખાનાઓમાં કામ કરતા શ્રમજીવીઓએ માદરે વતન પગપાળા જઇ રહ્યા છે. મજૂરો સાથે તેમના નાના નાના ભૂલકાઓ અને વડીલો પણ ખૂબ જ તકલીફ પાડવા છતાં પોતાનો જીવન જરૂરી સામાન લઈને પગપાળા કરતા હોય ત્યારે હળવદની આશાપુરા હોટલ ખાતે ભોજનની વ્યવસ્થા કરી આપી હોઈ ત્યારબાદ તંત્રને આ વાતની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચનાથી પોલીસ ની બસો દ્વારા ચાલીને જતા શ્રમજીવીઓને આગળની મંજિલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે ચાલીને જતા શ્રમજીવીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એ વેળાએ તમામ શ્રમજીવીઓનું મેડિકલ ચેકઅપ ડો. કૌશલ પટેલ એ કર્યું હતું અને પત્રકાર સંઘના મેહુલભાઈ ભરવાડ, મયુરભાઈ રાવલ પણ મિત્ર વર્તુળ સાથે સેવા કાર્યમાં જોડાયા હતા અને હળવદ પી.આઈ. સંદીપભાઈ ખાંભલા અને હળવદ પોલીસ સ્ટાફએ ભારે મહેનત કરી અને સર્વે વ્યવસ્થા કરી હતી.

- text