ટંકારા : હરબટીયાળી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સ્વચ્છતા અને આરોગ્ય સેમિનારનું આયોજન

- text


ટંકારા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ટંકારાના હરબટીયાળી ગામે રાજકોટ રાઉન્ડ ટેબલ અને પાયલ હોસ્પિટલના સયુંકત ઉપક્રમે મહીલા આરોગ્ય અને સ્વહસ્તે સ્વચ્છતા માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકાની તમામ મહિલાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.

ટંકારા-રાજકોટ મોરબી રોડ પર આવેલા હરબટીયાળી ગામે લેઉવા પટેલ સમાજ વાડી ખાતે આગામી 8માર્ચને રવિવારે સવારે 09:00થી11:30 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે જેમા માસિક ધર્મ, ડાયેટિંગ, ખિલ અને તેના ખાડા સાથેના ડાધ, લોહીની ઉણપ, વિટામીનની ખામી, લગ્ન પહેલા મેડિકલ રીપોર્ટ, બાળકો માટેનુ પ્લાનિંગ, મોનોપોઝ તથા હોમોપોઝ વખતેની સ્થિતિ, કેન્સર સામેનો જંગ સહિતની બાબત ઉપર તજજ્ઞ ડોક્ટરોની પેનલ મહીલાઓને સરળ ભાષામાં માહિતગાર કરશે.

- text

આ કાર્યક્રમમાં રાજકોટ રાઉન્ડ ટેબલ અને પાયલ હોસ્પિટલના સયુંક્ત ઉપક્રમે યોજવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા ગામના મહીલા મંડળના આગેવાનો અને ધ્રુવનગર સ્ટેટના ધર્મરાજસિહ જાડેજા સહિતની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. ટંકારા તાલુકાની તમામ મહિલાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે

- text