ટીકરમાં અગરીયા માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

- text


305 અગરીયાઓએ કેમ્પનો લાભ લીધો

હળવદ : હળવદના ટીકર ગામે અગરીયા હિતરક્ષક મંચના સહયોગથી અગરીયાના હેલ્થ ચેકઅપ માટે મોબાઇલ હેલ્થ યુનિટ દ્ધારા ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો ૩૦૫ દર્દીઓએ લાભ લીધો હતો.

- text

હળવદના ટીકર ગામે મોબાઇલ હેલ્થ યુનિટ અને અગરીયા હિતરક્ષક મંચ દ્ધારા ફ્રિ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમા હાડકા, દાંત તેમજ આંખોના ૩૦૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમા ડો. અમીત પટેલ, દિવ્યેશ પટેલ, સુમન ફેફર સહિતના ડોક્ટરોએ હાજર રહીને દર્દીનુ ચેકઅપ હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમજ મોરબી જીલ્લા અગરીયા હિતરક્ષકના મારુતભાઇ બારૈયાએ કેમ્પ માટે સહયોગ આપ્યો હતો.

- text