ટંકારાનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને : અપૂરતો સ્ટાફ અને સુવિધાના અભાવથી દર્દીઓ પરેશાન

- text


નેતાઓ તબીબ બનીને માંદગીના ખાટલે પડેલા આરોગ્ય કેન્દ્રનો ઈલાજ કરે તે જરૂરી : પ્રશ્ન ગ્રામસભામાં ગાજયો

ટંકારા : અર્બન હેલ્થ સેન્ટરની જાહેરાતનો બણગો તો ફૂંકાઈ ગયો છે. પરંતુ હાલનું ટંકારા આરોગ્ય કેન્દ્ર બિમાર બીમાર હાલતમાં છે તેનો કોઈ ઇલાજ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. રાજ્ય સરકાર કે જીલ્લા પંચાયતના હોદેદારો આ આરોગ્ય કેન્દ્રને જીવનદાન બક્ષવામાં અળગા રહ્યા છે. અહીં અપુરતો સ્ટાફ અને અપુરતી સુવિધા તેમજ દાદા આદમ વખતના સાધનોથી કયા સુધી ગરીબ દર્દીઓની મજાક ઉડાડવામાં આવશે તેવો પ્રશ્ન ગ્રામસભામાં પણ ઉઠ્યો હતો.

લાખથી વધુની વસ્તી ધરાવતા ટંકારા તાલુકાની આરોગ્ય સેવા કથળેલી હાલતમાં છે. બજેટમા અર્બન હેલ્થ સેન્ટરની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દિવસ ને રાત ધમધમતા ટંકારા નગરની આરોગ્ય સેવા જ માંદગીના બિછાને હોય દર્દી થી લઈને જરૂરીયાતમંદ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજકોટ મોરબી રોડ પર છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે જે ટંકારા સિવિલ હોસ્પિટલમાં તો આવે છે પણ ઓર્થોપેડિક ન હોય તેઓને રીતસરની મરણચિસો વચ્ચે રાજકોટ કે મોરબી ખસેડવા પડે છે.

- text

બીજી બાજુ ગંભીર બિમારી કે અંદરૂની બિમારીને મટાડવાની એમ.ડી. ની આશા સાથે દવા લેવા આવતા દર્દી દવાખાનાની બિમારી જોઈ પોબારા ખાનગીમા ચાલ્યા જાય છે. એવી જ રીતે દાદા આદમ વખતના સાધનો અને એના ઉપયોગને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે એક ડોકટર ઉપર આખા તાલુકાની આશા જીવંત હોય જ્યારે એ ડોક્ટર રજા પર હોય ત્યારે જીવ અધ્ધર થઈ જાય છે. માટે નગરજનો એ આ અંગે ગ્રામસભામા રજુઆત કરી હતી કે હોસ્પિટલમાં પુરતી જગ્યા ભરવામાં આવે. જોકે નવાઈ ની વાત છે કે જીલ્લા પંચાયતે આ અંગે કેમ કોઈ ધ્યાન નથી દોર્યું સાથે રાજ્ય સરકાર પણ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ કામ કરે તે આવકાર્ય બાબત છે પણ આ માંદગીના બિછાને પડેલ હોસ્પિટલની દવા કરે એ પણ જરૂરી છે.

- text