મોરબીના રફાળેશ્વર રોડના ખાડાથી વાહનચાલકો પર જીવનું જોખમ

- text


અનેક વાહનચાલકો માટે રફાળેશ્વર રોડ ઉપરથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા સમાન

મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગથી રફાળેશ્વર સુધીના માર્ગની વચ્ચોવચ ઘણા સમયથી મસમોટો ઊંડો ખાડો પડી ગયો છે. આ ખાડો વાહનચાલકો માટે જીવલેણ નીવડે તેવી ભીતિ સર્જાઈ છે. આ ખાડામાં રાત્રીના સમયે બાઇકચાલકો પડી ગયા હતા. તેથી, આ ખાડો વાહનચાલકો માટે જોખમી બની ગયો છે.

- text

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશનની બાજુનો રસ્તો જુના રફાળેશ્વર માર્ગ તરીકે ઓળખાય છે. આ રફાળેશ્વર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વચ્ચોવચ એક મસમોટો ઊંડો ખાડો પડી ગયો છે. આ રોડ ઔધોગિક ઝોન વિસ્તારમાં આવતો હોવાથી દરરોજ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. તેથી, રફાળેશ્વર રોડ ઉપર વચ્ચોવચ પડેલો આ ખાડો વાહનચાલકો માટે જીવલેણ પુરવાર થાય તેવી દહેશત છે. જો કે રાત્રીના સમયે અહીં ખાડામાં વાહનો ખાબકે તેવું પૂરેપૂરુ જોખમ રહે છે. હમણાં જ એક બાઇકચાલક રાત્રી દરમિયાન બાઇક સમેત આ ખાડામાં ખાબક્યો હતો. અગાઉ પણ આવી રીતે અનેક વાહન ચાલકો આ ખાડામાં ખાબકયા હતા. જેથી, વાહનચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જો કે અત્યાર સુધીમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ ખાડો રોડની વચ્ચોવચ હોય તેથી રાત્રી દરમિયાન વાહનચાલકો ઉપર જાનનું જોખમ હોવાથી તંત્ર વહેલાસર આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહનચાલકોએ માંગ કરી છે.

- text