મોરબી સબ રજીસ્ટાર કચેરીમાં લાઈટ બોર્ડના ખુલ્લા લટકતા વીજ વાયરો જોખમી

- text


તંત્રની જોખમી બેદરકારીના કારણે અરજદારો ઉપર જાનનું જોખમ

મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવેલ લાઈટ બોર્ડમાં જીવંત વીજ વાયરો ખુલ્લા લટકતા હોવાથી ગમે ત્યારે અઘટિત ઘટના બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જવાબદાર તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ કચેરીમાં ખુલ્લા લટકતા જીવિત વીજ વાયરોથી અરજદારો પર જામનું જોખમ ઉભું થયું છે. તેથી, તંત્ર આ ગંભીર મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીના સામાકાંઠે લાલબાગ પાસેના તાલુકા સેવાસદન અંદર આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાઈટ બોર્ડ તૂટી ગયું છે અને આ લાઈટ બોર્ડમાંથી ચાલુ વીજ વાયરો ખુલ્લામાં જોખમી રીતે લબડે છે. આ વીજ વાયરોમાં વિધૃત પ્રવાહ ચાલુ છે. તેથી, ખુલ્લામાં લટકતા ચાલુ વીજ વાયરોથી ગમે ત્યારે અઘટિત ઘટના બને તેવી જોખમી સ્થિતિ છે. પણ જવાબદાર તંત્ર જાણે આવી ઘટનાની રાહ જોતું હોય તેમ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે આ ખુલ્લામાં લટકતા વીજ વાયરો અંગેની કાર્યવાહી કરવાની માર્ગ અને મકાનની જવાબદારી બને છે. પણ આ તંત્રએ ખુલ્લા રહેલા લાઈટ બોર્ડના રિપેરીગની કોઈ કાર્યવાહી ન કરતા શોટ સર્કિટથી આગની ઘટના બને તેવી પણ શકયતા છે. જો કે આ કચેરીમાં ઘણા લોકો દસ્તાવેજની કામગીરી માટે આવતા હોય છે. તેથી, લોકો ઉપર જાનનું જોખમ તોળાઈ રહ્યું છે. તેથી, તંત્ર વહેલાસર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text