મોરબી : સાતમી આર્થીક ગણતરી સર્વેની કામગીરી માટે ટ્રેનીંગ વર્કશોપ યોજાયો

- text


મોરબી : કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્લિમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમા દર પાંચ વર્ષે આર્થિક ગણતરી ની કામગીરી હાથ ધરાય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આર્થિક ગણતરીના સર્વે માટે કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ માટે મોરબી જિલ્લા પંચાયત ખાતે ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ઉપસ્થિત આર્થીક ગણતરીકારોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ માહિતી સારી, સચોટ અને વાસ્તવિક લક્ષી રહે તેમજ એક પણ ઘર સર્વે કર્યા વગરનુ બાકી ન રહે તેની કાળજી લેવા જણાવ્યું હતું વધુમાં તેઓશ્રીએ સર્વેથી સામાજીક તથા આર્થિક વિકાસને વેગ આપવા માટે મહત્વ પુર્ણ સાબીત થશે.

- text

જિલ્લા આંકડા અધિકારી ડૉ. ડી. એ. ભોરણીયાએ માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરી પ્રથમવાર ડિજીટલ પ્લેટફોર્મ પર થવા જઈ રહેલ હોય જે માટે આર્થિક ગણતરીની કામગીરી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત મોબાઈલ એપ દ્વારા જિલ્લાની ભૌગોલીક સરહદમાં આવતા ઘરની પ્રાથમિક માહિતી અને કુટુબંની વ્યક્તિઓ દ્વારા ઘરમાં, ઘરની બહાર, ચોક્કસ માળખા સિવાય ચાલતી આર્થિક પ્રવ્રુતિઓ જેવી કે લારી પાથરણા, રિક્ષા, દુકાન, ઓફિસો, કારખાના, ધાર્મિક સ્થળો વગેરે પ્રકારની ચોક્કસ માહિતી એકત્ર કરવામાં આવશે. જેમાં શહેરી અને ગ્રામ્યના અંદાજે ૩૩૬ થી વધુ ગણતરીદારો અને ૧૧૨ થી વધુ સુપરવાઈઝરો મારફતે મોબાઈલ એપ્લીકેશન દ્વારા તેઓ આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે. ઉપરાંત NSSO અને જિલ્લા પંચાયતની આંકડા શાખાનાં અધિકારીઓ દ્વારા દ્રિતીય કક્ષાની સ્થળ ચકાસણી કરવાંમા આવશે. તેમજ ગ્રામ્ય અને શહેરી કક્ષાની કામગીરી માટે દરેક સ્થાનિક સંસ્થા (ગ્રામ્ય પંચાયત અને નગરપાલીકા) ઓનો સહયોગ લેવામા આવશે.

ટ્રેનીંગ વર્કશોપને સફળ બનાવવા સંશોધન મદદનીશશ્રી એચ.ડી. વરમોરા અને કોમન સર્વિસ સેન્ટરના શૈલેષભાઈ વામજાએ જહેમત ઉઠાવેલ તેમ જિલ્લા આંકડા અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text