ખાખરેચી પાસેની આરડીસી બેન્ક અને સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ

- text


ચાર બુકનીધારી શખ્સોએ બેન્ક અને સહકારી મંડળીમાંથી કઈ ન મળતા રોષે ભરાઈને તોડફોડ કરી : સીસીટીવી કેમરાને પણ નુકશાન પહોચાડ્યું

મોરબી : માળિયાના ખાખરેચી ગામે આવેલ આરડીસી બેન્ક અને સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સૉ ગતરાત્રે આરડીસી બેંકમાં ત્રાટકયા હતા અને આ બેન્ક તથા સહકારી મંડળીમાંથી મોટો દલ્લો મેળવવા ભારે ખાખાખોળા કર્યા હતા.પણ બન્નેમાંથી કઈ ન મળતા રોષે ભરાયેલા આ ચાર શખ્સોએ બેન્ક અને સહકારી મંડળીમાં ભારે તોડફોડ કરી હતી અને સીસીટીવી કેમેરાને નુકશાન પહોંચડાયુ હતું.

આ બનાવની રાજકોટ ડ્રિસ્ટિકટ કો.ઓપરેટિવ બેંકની માળીયાના ખાખરેચી ગામ પાસે આવેલી શાખાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગતરાત્રે અજાણ્યા ચાર બુકાનીધારી શખ્સો ખાખરેચી પાસે આવેલી આરડીસી બેંકમાં ઘુસ્યા હતા અને બેંકના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યા બાદ ચારેય શખ્સોએ મોટો દલ્લો મેળવવા બેંકના તમામ ખાનામાં ફેંદી નાખ્યા હતા તેમજ બેંકના સ્ટ્રોંગ રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યા હતો.પણ લોકર ન તૂટતા અને બેન્કમાંથી કોઈ દલ્લો હાથ ન લાગતા આ ચારેય શખ્સો ભારે રોષે ભરાયા હતા અને આ બેંકમાં તોડફોડ કરી હતી તેમજ બેંકના સીસીટીવી કેમેરાને પણ નુકશાન કર્યું હતું એ ઉપરાંત બેંકની દીવાલની અડોઅડ આવેલી ખાખરેચી જૂથ સેવા સહકારી મંડળીના પણ શટર ઉચકાવ્યા હતા પણ આ મંડળીમાં પણ ભારે ખાખાખોળા કર્યા બાદ પણ કઈ ન મળતા મંડળીની ઓફિસના કાગળિયા અને માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો.

- text

આજે સવારે આ બેંકમાં આવેલ કર્મચારીને બેન્ક અને સહકારી મંડળીની ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની જાણ થતાં તેણે બેંકના મેનેજર અને માળીયા પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.જોકે બેંકના સીસીટીવીને નુકશાન પહોચાડ્યું હોય છતાં પણ સ્ટાફે બ્રેકઅપ મેળવાની કાર્યવાહી કરતા ચાર અજાણ્યા બુકનીધારી શખ્સોએ ચોરીનો પ્રયાસ કરતા હોવાનું કેદ થઈ ગયું છે.ખાખરેચી ગામે આવેલ આરડીસી બેન્ક અને સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે.હાલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

- text