મોરબીમાંથી 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મોરબીમાંથી 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈકાલે તા. 30 ડિસેમ્બરના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને જયપાલભાઈ લાવડીયાને મળેલ બાતમીના આધારે રાજપર રોડ, મામદેવના મંદિર પાસેથી આરોપી હાર્દિકભાઈ સરજુદાસભાઈ નિમ્બાર્ક (ઉ.વ. 22, રહે. ઉંટબેટ (શામપર, તા.જી. મોરબી)ના કબ્જામાથી ગેરકાયદેસર પાસ પરમીટ વિના કે આધાર વિના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-21 કી.રૂ. 6300 મળી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબ્જે કરેલ છે. તેમજ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text