હળવદ પંચાયતની ઘનશ્યામ ગઢ બેઠક પર ભાજપનો વિજય

- text


ભાજપના ઉમેદવાર મનસુખભાઈ પટેલ ૩૨૪ મતે જીત્યા

હળવદ : હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામગઢ ૧૪ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી હળવદ જુની મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરાજિત થયા છે. જેથી, ભાજપ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ થઈ છે.

હળવદ તાલુકા પંચાયત ઘનશ્યામગઢ ૧૪ બેઠકની પેટા ચૂંટણીનુ મતદાન રવિવારે યોજાયું હતું. જેમાં પાંચ ગામના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેની આજે હળવદ જૂની મામલતદાર કચેરી ખાતે મત ગણતરી કરાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ પટેલનો ૩૨૪ મતે જ્વલંત વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષના જટુભા ઝાલાનો પરાજય થયો હતો.ભાજપ પક્ષના ઉમેદવારનો વિજય થતા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જશુભાઇ પટેલ, ધીરુભાઈ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, મંત્રી નયનભાઈ પટેલ, વિપુલભાઈ એરવાડીયા, ભરતભાઇ ભરવાડ સહીત ભાજપના કાર્યકરો દ્વારા વિજેતા થયેલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ બેઠક પર ત્રીજીવાર ચૂંટણી યોજાઇ છે. જેમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે આ બેઠક કબજે કરી હતી પરંતુ પાછળથી બે વખત ખાલી થયેલી આ બેઠક પર બંને વખત ભાજપે જીત નોંધાવી છે.

- text