હોમિયોપથીની ડીગ્રી ધારી ડોકટર એલોપથીની પ્રેક્ટિસ કરતા ઝડપાયો

- text


પીપળીયા ચાર રસ્તા પાસેથી અનઅધિકૃત પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર

માળીયા મી. : પીપળીયા ચોકડી પાસે મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા એલોપેથીકની ડીગ્રી ન હોવા છતા પણ પ્રેકટીસ કરતા એક હોમિયોપથી ડોકટરને ઝડપી પાડવામાં આવ્યો છે. જેની પાસેથી રૂપિયા ૩૦૪૯નો મુદામાલ કબજે કરીને માળીયા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

- text

પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા પીએચસીના ડૉ. ઉમેશકુમાર બ્રીજલાલ મંડલ દ્વારા સાંઇ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે એલોપેથિકની ડીગ્રી ન હોવા છતાં પણ તે અંગેની આરોગ્ય વિષયક પ્રેક્ટિસ કરતા મૂળ જસદણના રહેવાસી અને હાલ સરવડ ગામે રહેતા યોગેશભાઈ ધીરુભાઈ વાઘેલા (ઉંમર ૫૨) મળી આવ્યા હતા. તેઓની વધુ તપાસ કરતા તેમની પાસે હોમીયોપેથીની ડીગ્રી હતી આમ છતાં તે એલોપેથીક પ્રેકટીસ કરતો હતા. આથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text