મોરબી : પત્ની કોર્ટમાં ગેરહાજર રહેતી હોવાથી ભરણપોષણના વચગાળાના હુકમ ઉપર સ્ટે

- text


પત્ની કેસને લંબાવીને પતિને હેરાન કરવા માંગતી હોવાનું જણાવીને કોર્ટે દાખલારૂપ નિર્ણય લીધો

મોરબી : મોરબીમાં રહેતી પત્નીએ તેના પતિ સામે ભરણપોષણનો કેસ કરતા કોર્ટે ભરણપોષણની રકમ ચૂકવવાનો હુકમ પણ કરી દીધો હતો. બાદમાં પત્ની મુદતમાં સતત ગેરહાજર રહીને કેસ લંબાવવા માંગતી હોય કોર્ટે ભરણપોષણના હુકમને સ્થગિત કરવાનો દાખલારૂપ નિર્ણય કર્યો છે.

- text

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીમાં રીસામણે રહેતા હર્ષાબેન રમેશભાઈ બાબરે તેમના પતિ હાર્દિકભાઈ ધીરુભાઈ રાઠોડ વિરુદ્ધ ભરણપોષણ પેટે માસિક રૂ. 5500નો હુકમ મેળવ્યો હતો. ત્યારબાદ કોર્ટના અનેકવખત ડાયરેકશન આપવા છતાં પતિને રાજકોટથી મોરબી ધક્કા ખવડાવીને હેરાન કરવા માટે કેસ લંબાવવાના ઇરાદે પત્ની તથા તેમના વકીલ કોર્ટમાં હાજર રહેતા નહિ. જે ધ્યાને લઈને ફેમેલી કોર્ટના જજ એચ.એન. ત્રિવેદી સાહેબે વચગાળાની ભરણપોષણની રાહતનો હુકમ જ્યા સુધી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી સ્થગિત કરી નાખ્યો છે. આ સાથે અરજદારનો પુરાવાનો હક્ક ખોલવાની અરજી પણ નામંજૂર કરી છે. આ કેસમાં પતિના તરફેણમાં ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, દિલીપભાઈ પટેલ, ધીરુભાઈ પીપળીયા, ગૌતમભાઈ પરમાર, વિજય પટેલ અને રાકેશ ભટ્ટ રોકાયેલ છે.

- text