ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસ કામોની ઓચિંતી મુલાકાતે ટંકારાના TDO

- text


ટંકારા : ટંકારા તાલુકા વિકાસ અધિકારીએ તાલુકામાં ચાલતા વિકાસ કામોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી લાગતા વળગતાઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.

- text

ટંકારા તાલુકાના TDO નાગાજણ તરખાલાએ તા.૧૭/૧૨/૨૦૧૯નાં રોજ હરીપર(ભૂ.), ભૂતકોટડા, મિતાણા, છતર અને ગણેશપર ગામનાં અંદાજિત ૬૦ લાખ રૂપિયાનાં વિકાસ કામોની મુલાકાત લીધી હતી. અચાનક ચકાસણી કરી કામની ગુણવત્તા અને અન્ય વિગતો મેળવી આગામી દિવસોમાં કામને ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનાં સૂચનો ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટરોને કર્યા હતા.

- text