હળવદ : ખેડૂતોએ કપાસના ઉભા પાકમાં માલઢોર રેઢા મુકી દીધા

- text


સર્વેની ટીમ હજુ સુધી દેખા નહીં દેતા ખેડૂતોએ કંટાળી ભર્યું પગલું : વધુ વરસાદના કારણે પાકમાં થયું હતું નુકસાન

હળવદ : હળવદ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ મોટા ભાગના ખેડૂતોને પાક વીમો કે વળતર ન મળવાના કારણે ખેડૂતોમાં પણ ભારે રોષ જાવા મળી રહ્યો છે. જેના કારણે પંથકના ઘણા ખેડૂતો ઉભા પાકને પાડી દઈ સળગાવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ખેડૂતે કપાસના ઉભા પાકમાં માલઢોર રેઢા મુકી કપાસના પાકને પશુઓને ચરવા આપી દીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ કમોસમી વરસાદના કારણે પાકમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે તેમજ ઓછામાં પુરૂ રવિ પાકની સીઝન ચાલુ પણ થઈ ગઈ છે. તેમ છતાં પણ તાલુકાના રણજીતગઢ ગામે સર્વે ટીમ દ્વારા હજુ સુધી સર્વે કરવામાં નહીં આવતા તેમજ પાક વીમો કે વળતર ન મળતા ખેડૂતે આખરે રાહ જાઈ થાકીને કપાસનો પાક પશુઓને ચરવા આપી દીધો હતો.

- text