મોરબીમાં જીજ્ઞેશભાઈ પંડ્યાના વ્યાસપીઠ સ્થાને શિવ મહાપુરાણનું આયોજન

- text


મોરબી : કુબેરનાથ મહાદેવ મંદિર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા. માગશર વદ એકમ ૧૩/૧૨/૨૦૧૯ શુક્રવારથી માગશર વદ દસમ ૨૧/૧૨/૨૦૧૯ શનિવાર સુધી કરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞેશભાઈ પંડ્યા (સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, જ્યોતિષાચાર્ય, ગોલ્ડમેડલિસ્ટ કાશી-વારાણશી, મોરબીવાળા) વ્યાસપીઠ સ્થાનેથી ભાવિકોને શિવ ચરિત્રોનું રસપાન કરાવશે. આ કથા કુબેરનાથ મહાદેવ મંદિર, કુબેરનાથ શેરી, ગ્રીન ચૌક મોરબી ખાતે બપોરે ૨:૩૦થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન યોજવામાં આવશે. આ કથા અંતર્ગત પોથીયાત્રા તા. ૧૩/૧૨/૨૦૧૯ના બપોરે ૨:૩૦ કલાકે દરબાર ગઢ, રામમહેલ મંદિરથી કુબેરનાથ મંદિર તરફ પ્રયાણ કરશે. શિવ કથાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય થકી બપોરે 3:00 કલાકે કરાશે. તા. 14 શનિવારે શિવ કથા માહાત્મ્ય, તા. 15 રવિવારે શિવ પ્રાગટ્યોત્સવ સતી ચરિત્ર, તા. 16 સોમવારે પાર્વતી જન્મોત્સવ, તા. 17 મંગળવારે શિવ વિવાહ, તા. 18 બુધવારે કાર્તિકેય જન્મ ચરિત્ર, તા. 19 ગુરુવારે ગણેશ જન્મ/ગણેશ ચરિત્ર તેમજ ભગવાન ભોળાનાથના અલગ-અલગ અવતારોની કથા, તા.20 શુક્રવારે બાર જ્યોતિર્લિંગોની કથા, તા. 21 શનિવારે કથા વિરામ રહેશે. આ કથામાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકાર્ય નથી. આ તકે આયોજકો દ્વારા તમામ શિવ ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text