મોરબી : ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા આરોગ્ય કર્મચારી મહામંડળના આંદોલનને ટેકો

- text


મોરબી : ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંશું પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને સમયાંતરે કરવામાં આવેલ ઉચ્ચ સ્તરીય અધિકારી-પદાધિકારી સાથેની બેઠકો અને સમજૂતીઓ બાદ પણ કર્મચારીઓની માંગણી નહિ સંતોષાતા છેતરપિંડીની લાગણી સાથે ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળએ ગઈકાલે તા. 28/11/2019થી ગાંધી ચિંધ્યા માર્ગે ‘કામગીરી શરુ – રિપોર્ટિંગ બંધ’ સાથે જનહિતને ધ્યાનમાં લઈને આંદોલનના મંડાણ કરેલ છે.

- text

ત્યારે ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘના ગુજરાતભરના સભ્યો સહીત સંઘ પ્રમુખે પણ આ આંદોલનને ટેકો જાહેર કરેલ છે. તેમજ આરોગ્ય વિભાગના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય સ્તરે પાયાની સેવા સાથે કાર્ય કરતા શોષિત-પીડિત કર્મચારીઓને સહકાર આપી ન્યાયની લડત માટે ભાગીદારી નોંધાવેલ છે.

સંઘ પ્રમુખના જણાવ્યા અનુસાર ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારોની તઘલધી અને ભ્રષ્ટ નીતિઓને કારણે જનતા સહીત તમામ શાશકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. જે ગુજરાતના આરોગ્યના ભાવિ માટે ખુબ જ ખતરનાક છે. સરકારના તમામ કાર્યો અને લાભોને જનતા ઉંધી પહોંચાડતા આ પાયાના કર્મચારીઓની વેદના સાંભળી જો ત્વરિત ઉકેલ લાવવામાં નહિ આવે તો આવનારા દીવસોમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યોમાં પણ ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘ વધુ સક્રિય થઈ આંદોલનને વેગવંતુ બનાવશે.

- text