મોરબીના સીરામીક યુનિટમાં કામ કરતા યુવકને તેના જ સગાભાઈએ ગળા ઉપર છરીનો ઘા માર્યો

- text


ફરાર આરોપીને પકડવા તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબી નજીક આવેલા એક સીરામીકના કારખાનામાં પૈસા બાબતે ભાભી સાથે માથાકૂટ કરીને એક શખ્સે તેના સગાભાઈને ગળા ઉપર છરીના ઘા માર્યા હોવાનો બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. હાલ આ કામના ફરાર આરોપીને પકડવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલવેનિયા સીરામીકમા ગત તા. 22ના રોજ રાત્રીના 1:30 વાગ્યાના અરસામાં સંતોષ શાસ્ત્રી નામના શખ્સે તેમના ભાભી ચંદ્રાબેન વિનિતભાઈકુમાર પાસેથી પૈસાની માંગણી કરીને થપ્પડ મારી લીધી હતી. આ વેળાએ ચંદ્રાબેનના પતિ વિનિતકુમાર શાસ્ત્રી ત્યાં આવી જતા તેમને ગળાના ભાગે છરીનો ઘા મારી સંતોષ શાસ્ત્રી ત્યાંથી નાસી ગયો હતો.

- text

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિનિતકુમાર શાસ્ત્રીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ચંદ્રાબેનની ફરિયાદના આધારે તાલુકા પોલીસના જે.વી. વાણિયાએ તપાસ આદરી છે. હાલ વિનિતકુમાર સારવાર હેઠળ છે. જેમની તબિયત સુધારા ઉપર હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે ફરાર આરોપીને પકડવા પોલીસે શોધખોળ આદરી છે.

- text