મોરબી : પુત્રને ફડાકો મારનાર યુવાનની નિંદ્રાધીન હાલતમાં પિતાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- text


ખરેડા ગામે યુવાનની ધારીયાના ઘા ઝીકી હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલાયો, પુત્રના છોડ તોડવા બાબતે થયેલી બોલાચાલીનું કરૂણ અંજામ : આરોપી પોલીસના સકંજામાં

મોરબી : મોરબીના ખરેડા ગામે ખેતમજૂરી કરતા યુવાનની થોડા દિવસો પહેલા એક શખ્સે ધારીયાના ધા ઝીકીની તેની નિર્મમ હત્યા કરી નાખી હતી.આ હત્યાના બનાવનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખીને આરોપીને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે,મૃતક અને આરોપી બન્ને ખરેડા ગામે આજુબાજુમાં ખેતર વાવવા રાખ્યા હોય અને મૃતકે વાવેલી મગફળીનો છોડ આરોપીના પુત્રએ ઉપાડી લેતા મૂત્રકે તેને ફડાકો માર્યો હતો.આથી આરોપી તેને ઠપકો આપતા મૃતક તેની પાછળ પાવડો લઈને દોડતા મને મારી નાખશે એવો ભય લાગતા મૃતકને નિદ્રાધીન હાલતમાં જ પતાવી દીધો હતો.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની સત્યનારાયણ ઉર્ફે સતિષભાઈ રમેશભાઈ પરમારે મોરબીના ખરેડા ગામે આવેલ વાડી વાવવા રાખી છે.સતિષભાઈ અને તેની પત્ની આ વાડીમાંજ ખેતમજૂરી કરીને રહે છે.દરમિયાન સતિષભાઈ અને તેની પત્ની રાખીબેન ગત તા.23ના રોજ રાત્રે આ વાડીની ઓરડીમાં સુતા હતા અને ગતરાત્રીના બે વાગ્યાની આસપાસ મૂળ મધ્યપ્રદેશનો વતની અને આ ગામે તેમની બાજુની વાડીમાં કામ કરતો ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ નામનો શખ્સ ધારીયું લઈને સતિષભાઈની ઓરડીમાં ઘુસી આવ્યો હતો અને આ શખ્સે સુતેલા દંપતી પર ધારીયાથી હુમલો કર્યો હતો અને સતિષભાઈને ધારીયાના ઘા ઝીકીની તેમની કરપીણ હત્યા કરી નાખી હતી.આ હુમલામાં મૃતકની પત્ની રાખીબેનને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં આ બનાવ અંગે મૃતકના પિતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રંગપર ગામે આવેલ વાડીમાં ખેતમજૂરી કરતા રમેશભાઇ નાનુરામ પરમારે તાલુકા પીલીસ મથકે ઠાકુરસિંગ મોતીસોંગ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આજે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમે આરોપી ઠાકુરસિંગ ચૌહાણને ખરેડા ગામેથી ઝડપી લીધો હતો અને આ બનાવ અંગે સઘન પૂછપરછ કરતા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે,મૃતક અને આરોપી મધ્યપ્રદેશના વતની હોવાની સાથે ખરેડા ગામે બાજુબાજુમાં ખેતરો વાવવા રાખીને ખેતમજૂરી કરતા હતા.દરમિયાન થોડા દિવસો પહેલા આરોપીના દીકરાએ મૃતકે ખેતરમાં વાવેલા મગફળીના છોડવા ઉપડ્યા હોવાથી મૃતક સતિશે તેને ઝાપટ મારી હતી.આથી ઠાકુરસિંગ મૃતક સતીષને ઠપકો આપતા તેને પણ પાવડો લઈને મારવા દોડ્યો હતો.તેથી આરોપીને એવો ભય સતાવતો હતો કે,સતીષ તેને મારી નાંખશે. આવા ભયને કારણે ઠાકુરસિંગે સતીષને સુતેલી હાલતમાં જ ધારીયાના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી.હાલ પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી.

- text