મોરબીમાં અપહરણની આશંકા વચ્ચે યુવાન આમરણ ગામેથી હેમખેમ મળ્યો

- text


પરિવારજનોના પોતાના પુત્રનું અપહરણ થયાના આક્ષેપો સામે આ યુવાન પોતાની મેળે રીક્ષા બેસીને જતો હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું : પોલીસ

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી એક યુવાન ગુમ થયા બાદ આમરણ ગામેથી હેમખેમ મળી આવ્યો હતો.જોકે તેના પરિવારજનોએ પોતાના પુત્રનું અપહરણ થયાની અને પોલીસ યોગ્ય તપાસ કરતી ન હોવાના આક્ષેપ કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, યુવાન પોતાની મેળે જ રિક્ષામાં બેસીને જતો હોવાનું સીસીટીવી ફુટેજમાં દેખાઈ છે છતાં આ અંગે નિવેદનો લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે.

- text

મોરબીના મૂળ આમરણ ગામના વતની અશોકભાઈ નાથભાઈ પરમારનો પુત્ર ઉમેશ મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસેથી અચાનક લાપતા બની ગયો હતો.તેનો પત્તો ન મળતા અશોકભાઈએ એ ડિવિઝન પોલીસને લેખિતમાં અરજી કરી હતી કે,તેમના પુત્રનું અપહરણ થયું છે અને આ બનાવની જાણે કરવા છતાં એ ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસ એકબીજા પર જવાબદારીની ખો આપીને યોગ્ય તપાસ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.ત્યારે આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,આ બનાવની યોગ્ય તપાસ કરીને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.આ સીસીટીવી ફુટેજમાં યુવાન તેની મેળે રિક્ષામાં બેસીને જતો દેખાઈ છે અને હાલમાં જ આ યુવાન આમરણ ગામેથી હેમખેમ મળી આવ્યો છે.આથી પોલીસ આમરણ પહોંચીને યુવાનનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે એ યુવાન ક્યાં હતો અને કેવી રીતે પહોંચ્યો તે અંગે સઘન તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

- text