મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશને જશને ઈદે મીલાદુન્ન નબીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

- text


ઈદ નિમિતે વિશાળ ઝુલુસ નીકળ્યું : ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

મોરબી : મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે જશને ઈદે મીલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આજે ઈદ નિમિતે વિશાળ ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.આ ઈદના ઝુલુસ દરમિયાન ઠેરઠેર સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.ઇદ નિમિતે મુસ્લિન સમાજના ધર્મગુરુ રસીદ મિયા બાપુની આગેવાનીમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.આ ઈદનું ઝુલુસ જુમાં મસ્જિદ ગ્રીન ચોક,નહેરુ ગેઇટ, વિજય ટોકીઝ, ઈદગાહ રોડ,સુપર ટોકીઝ,ગેસ્ટ હાઉસ રોડ, ખાટકી વાસ,પખાલી શેરી અને ખાટકી વાસ થઈ બાવા આમદશાહ દરગાહે પહોંચીને પૂર્ણ થયું હતું.આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને એકમેકને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.જ્યારે ઈદ નિમિતે ઝુલુસ દરમિયાન નિર્ધારિત રૂટ પર સેવાભાવી લોકોએ છબીલ નાખીને અડદિયા, આઈસ્ક્રીમ સહિતના ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઈદના ઝુલુસનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ઝુલુસ દરમિયાન નિર્ધારિત રૂટ પર સાવચેતીના ભાગરૂપે એસઆરપી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

- text

 

- text