મોરબીમાં પરિણીતાની ડેમમાં છલાંગ, 3 સિક્યુરિટી ગાર્ડે પાણીમાં ઝંપલાવીને તેનો જીવ બચાવ્યો

- text


ફરજ પર હાજર ત્રણેય સિક્યુરિટી ગાર્ડે ક્ષણભર પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર ડેમમાં કૂદી જઈને પરિણીતાને મોતના મુખમાંથી ઉગારી

મોરબી : મોરબીના મચ્છુ – ૨ ડેમ ખાતે એક પરિણીતા આત્મહત્યા કરવા અર્થે આવી હતી. તેને ડેમમાં મોતની છલાંગ લગાવી હતી. આ વેળાએ ત્યાં ફરજ પર હાજર ત્રણ સિક્યુરિટી ગાર્ડે ક્ષણભર પણ પોતાના જીવનો વિચાર કર્યા વગર ડેમમાં ઝંપલાવીને પરિણીતાને મોતના મુખમાંથી ઉગારી હતી. આ ઘટના બાદ ત્રણેય સિક્યુરિટી ગાર્ડ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વરસી રહી છે.

ડાયમંડનગરમાં રહેતી પરિણીતા જેનું પિયર મૂળ અદેપર ગામ અને હાલ મકનસર છે. આ પરિણીતા તેના પિયરમાં આવી હતી. ત્યાંથી સાસરે જવાનું કહીને જોધપર ગામ પાસે આવેલ મચ્છુ ૨ ડેમ ખાતે આપઘાત કરવા માટે પહોચી હતી અને ડેમની સાઈટ ઉપરથી પાણીમાં જંપલાવ્યું હતું જો કે, આ વેળાએ ડેમની સાઇટ ઉપર ફરજ પર રહેલા સિક્યુરિટી ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા તેમજ સિક્યુરિટી ગાર્ડ બકુન્દ્રાભાઈ અને ભરતભાઇએ પણ તાત્કાલિક ડેમના પાણીમાં જંપલાવ્યું હતું અને ડેમમાં આપઘાત કરવા માટે પડેલી મહિલાને બહાર કાઢી હતી અને ૧૦૮ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી આટલું જ નહી તેના માતા પિતાને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. આમ ત્રણેય સિક્યુરિટી ગાર્ડે પોતાના જીવના જોખને એક પરિણીતાને મોતના મુખમાંથી ઉગારી હતી. હાલ આ બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text