કડીયાણા ગામેથી બે યુવકો ૧૮ બોટલ દારૂ સાથે ઝડપાયા

- text


પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામ એક રહેણાંક મકાનમાંથી હળવદ પોલીસ દ્વારા ૧૮ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ ઈન્ચાર્જ પી.આઈ પી.જી પનારાના માર્ગદર્શન હેઠળ સુરુભા.જી.પરમાર, બીપીનભાઈ પરમાર, યોગેશદાન ગઢવી, મુમાભાઈ રબારી સહિતનાઓ દ્વારા તાલુકાના કડિયાણા ગામે ચોક્કસ બાતમીના આધારે રહેણાક મકાનમાં દરોડો કરતા મકાનમાંથી ૧૮ બોટલ ઇંગ્લિશ દારૂની મળી આવી હતી.

જેથી પોલીસ દ્વારા આરોપી મેલજીભાઈ કાનજીભાઈ ખાભડીયા રહે કડીયાણા અને ધર્મેશ ભાઈ બાબુભાઈ ડામોર રહે સમલીને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પોલીસ દ્વારા દારૂની બદીને ડામવા માટે ઇંગ્લીશ તથા દેશીદારૂના હાટડા ચલાવતા બૂટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેરના ભવાની નગર, જીન વિસ્તાર અને જીઆઇડીસી વિસ્તારમાં સ્થાનિક બીટ જમાદારની રહેમ નજર હેઠળ દેશી દારૂની બદીઓ ધમધમતી હોવાની બૂમરાણો ઉઠવા પામી છે. ત્યારે ઇન્ચાર્જ પી.આઇ દ્વારા બીટ જમાદારની રહેમનજર હેઠળ ચાલતી બદીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરવાસીઓમાં માંગ ઉઠવા પામી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text