હળવદમાં ડેન્ગ્યુનો કહેર છતાં આરોગ્ય તંત્રના સબ સલામતના પોકળ દાવા

- text


ડેન્ગ્યુના બે ડઝન કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છતાં સરકારી ચોપડે એકપણ કેસ ન નોંધાયા

હવળવ : હળવદ પંથકમાં વરસાદી વાતાવરણ અને ગંદકીને પગલે ડેન્ગ્યુના રોગે ભારે ઉત્પાત મચાવ્યો છે. હળવદની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના ચોકવારનારા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના બે ડઝન જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવા છતાં આરોગ્ય તંત્ર હજુ અજાણ હોય તેવો તાલ સર્જાયો છે. ડેન્ગ્યુના એકપણ કેસ સરકારી ચોપડે નોંધાયા નથી. હળવદમાં ડેંગ્યુનો કહેર છતાં આરોગ્ય તંત્ર સબ સલામત હોવાનો ઢોંગ કરી રહ્યું છે.

હળવદમાં ડેન્ગ્યુએ ભારે કહેર મચાવ્યો છે. છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના બે ડઝન જેવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ ગ્રસ્ત બે ડઝન જેટલા દર્દીઓ હળવદ અને ધ્રાગ્રધ્રાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, ડેન્ગ્યુના એટલા કેસો નોંધાયા હોવા છતાં આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે. સરકારી ચોપડે ડેન્ગ્યુના એકપણ કેસ નોંધાયા નથી.

શુ સરકારી હોસ્પિટલમાં જ ડેંગ્યુના કેસ નોંધાઇ પછી જ આરોગ્ય તંત્રને કામગીરી કરવાની હોય છે? ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસ નોંધાઇ તો આરોગ્ય તંત્રને કોઈ કામગીરી કરવાની થતી નથી? ખાનગી હોસ્પિટલમાં આવા કેસ નોંધાઇ તો તંત્રને ઓરમાયું વર્તન રાખવાનું એ ક્યાંનો ન્યાય છે. શુ હળવદમાં ડેંગ્યુએ કહેર મચાવ્યો છે એની ખરેખર તંત્ર જાણ નથી? કે જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? તેવા અનેક સવાલો હળવદના નાગરિકોને સતાવી રહ્યા છે ત્યારે મોરબી અપડેટની ટીમે ખાનગી હોસ્પિટલમાંથી ડેંગ્યુની સાચી સ્થિતિ મેળવીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં એક અંદાજ મુજબ 25 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ત્યારે તંત્ર હરકતમાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text