લજાઈ ગામે ગૌશાળાના લાભાર્થે 12 ઓકટોબરે ઐતિહાસિક નાટક ભજવાશે

- text


લોકરંજન માટે નહીં પણ ગૌમાતાઓનું કાળજીપૂર્વકના જતન માટે નાટ્યકલાનું વર્ષોથી આયોજન : ઈ.સ. ૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોના ગોંદરે લીધેલા “અમારી ગાય કતલખાને કદી ન જાય” ના સંકલ્પને આગળ ધપાવતા ગૌપ્રેમીઓ

ટંકારા : મોરબી નજીક આવેલ ટંકારા તાલુકાના લજાઈ ગામ વર્ષોથી દર નવરાત્રીએ ગામના શિક્ષિત યુવાનો ઐતિહાસિક નાટક ભજવી ગૌમાતાઓ માટે આખા વર્ષનું ભંડોળ એકઠું કરાઈ છે.ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે તા.12 ઓકટોબરની રાત્રે લજાઈ ગૌશાળા દ્વારા ગૌમાતાના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ નાટક આસપાસના ગામલોકોને નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે.

મોરબી નજીક આવેલ ટંકારા તાલુકાના લજાઈ ગામે દર નવરાત્રીએ ઐતિહાસિક નાટક ભજવવાની પરંપરા આજે વર્ષો પછી પણ અડીખમ રહી છે.આ નાટક ભજવવા પછળ ગૌમાતાની સેવા કરવાનો નિઃસ્વાર્થ હેતુ રહેલો છે. ગામલોકો વર્ષોથી દર નવરાત્રીએ ત્રીજા નોરતે ઐતિહાસિક નાટક ભજવીને ગામની ગૌશાળામાં આશ્રય લેતી અંધ, અપંગ અને નિરાધાર ગાયોના આખા વર્ષના નિભાવ માટે ભંડોળ એકઠું કરાઇ છે. દર વર્ષે ગાયોના લાભાર્થે નાટકો યોજવાની પરંપરા અનુસાર આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદ ના કારણે મુલવતી રાખેલ જે કાર્યક્રમ તા.12 ઓક્ટોબરને શનીવાર રાત્રે 9-30 વાગ્યે લજાઈ ગામે કામધેનુ વિસામો ટ્રસ્ટ અને સમસ્ત ગામ દ્વારા ઐતિહાસિક નાટક ગૌ-આશીષ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ઐતિહાસિક નાટક ભજવવાની સાથોસાથ હાસ્ય કોમિક પણ ભજવાશે.આમ તો ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ઐતિહાસિક નાટકો ભજવાય છે જેમાં ગૌમાતાના જતનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. જોકે આજે ડિજિટલ અને તેમાંય દરેક હાથમાં મોબાઈલ આવતા નાટ્યકલા ઓક્સિજન ઉપર આવી ગઈ છે. તેમ છતાં મોરબી માટે ઉજળું જમા પાસું એ છે કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાટ્યકલા જીવંત રહી છે.ખાસ કરીને નવરાત્રીમાં નાટકો યોજવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ત્યારે મોરબી નજીક આવેલા ટંકારા તાલુકાના લજાઈ ગામે વર્ષોથી ગૌમાતાઓના લાભાર્થે ઐતિહાસિક નાટકો ભજવાય છે.

- text