મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવને છ દિવસ દરમિયાન અનેકવિધ મહેમાનોએ માણ્યો

- text


સલમાન અલી અને કીર્તિદાન ગઢવીએ ખેલૈયાઓનેમન મુકીને ઘુમાવ્યા

મોરબી : મોરબીમાં આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીના સુર ઉપર ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. હાલ નોરતા અંતિમ ચરણમાં હોય ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. ત્યારે આ છ દિવસ દરમિયાન મહોત્સવમા મહેમાનોનો જમાવડો જામ્યો હતો.

મોરબીના રવાપરમાં ધૂનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ગૌ માતા અને આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી દરરોજ ખેલૈયાઓને મન ભરીને ગરબે ઝુમાવે છે. ગઈકાલે સલમાન અલીએ પણ ભારે જમાવટ કરી હતી.

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં છ દિવસ દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ ઓઝા સાહેબ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અધિક જિલ્લા કલેકટર કેતન જોશી, ડે. કલેકટર એસ.જે. ખાચર, આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ભાડેશીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મામલતદાર રૂપાપરા તેમજ સિદસરના જેરામભાઈ વાંસજાળીયા અને તેની ટીમ હાજર રહીને ખેલૈયાઓની રમઝટ માણી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text