મેઘપર ગામે શાળામાં વિધાર્થીઓએ ઉજવી નવરાત્રી

- text


માળીયા (મી) : હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર દરેક જગ્યાએ માતાજીની આરાધના અને આસ્થાના ભાગરુપે ઠેરઠેર ગરબે ઘુમી અલગ-અલગ વેશભૂષા કરીને બાળાઓ માતાજીની આરાધના કરતી જોવા મળે છે. એવી જ રીતે માળિયા મીયાણાના મેઘપર ગામે સ્કૂલના વિદ્યાર્થીઓએ ખાસ કરીને આહીર સમાજમાં પહેરવામાં આવતા કેળીયા અને ચોરણી પહેરી આહીર સમાજના પોષાકને ઉજાગર કરવા ખાસ વેશભૂષામાં શાળાના વિદ્યાર્થીઓએ નવરાત્રીની ઉજવણી કરી રાસની રમજટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ વિજયભાઈ આહીરે હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text