હળવદના સુસવાવ ગામે કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસરથી ખેતમજૂરનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેતરમાં કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થવાથી ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુર ગામનો વતની અને હાલ હળવદ તાલુકાના સૂસવાવ ગામે સીમ વિસ્તારમાં રહીને ખેતમજૂરી કરતા રમેશભાઈ રેતનાભાઈ ભીલ ઉ.વ.37 નામનો મજુર ગતતા.24ના રોજ ખેતરમાં કપાસમાં દવા છાંટી રહ્યો હતો.તે સમયે તેને દવા છાંટતી વખતે ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text