મોરબીના આલાપ પાર્ક પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો : તપાસનો ધમધમાટ

- text


દોઢ દિવસથી આ વિસ્તારમાં પડેલી લાશ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે

મોરબી : મોરબીના આલાપ પાર્ક પાસે આજે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે. હાલ પોલીસ દ્વારા યુવકની ઓળખ માટે તેમજ મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સાઈન્ટિફિક રોડ પર આલાપ પાર્કની સામે કાચા રસ્તામાં બંને બાજુ નાના ખેતર છે. ત્યાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ચૌધરી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓ પાસેથી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમા આ યુવકનો મૃતદેહ અહીં છેલ્લા દોઢ દિવસથી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

- text

વધુમાં આ યુવકના ચહેરા અને કમર પર બાંધેલ કંદોરા પરથી યુવક મધ્યપ્રદેશ કે ગોધરા બાજુનો હોય તેમ જણાઈ આવે છે. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આ યુવક આ વિસ્તારમાં જ છેલ્લા ઘણા સમયથી પડ્યો રહેતો હતો. હાલ તો પોલીસે આ યુવકની ઓળખ મેળવવા તેમજ મોત થવા પાછળનું કારણ શોધવા માટે તપાસ ચલાવી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text