મોરબી નજીક ઈકો, સ્કોર્પિયો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત

- text


 

ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી ગયો

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર આજે સાંજના સુમારે ઇકો, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર બાની વાડી સામે આજે સાંજેજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 36 l 1931ની ઇકો, GJ 13 AB 5111 નંબરની સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અનિરુદ્ધસિહ નામના યુવાનને ઈજા પહોંચી હતી. જેને 108 ના પાયલોટ છેલ્લુભાઈ અને ડો. રૂબિયાબેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડયા હતા. સદનશીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી જતા ભારે નુકસાન થયું હતું.

- text