પાલિકા પેહલા બાકી પૈસા આપે પછી જ નવા પશુઓ મોકલે : પાંજરાપોળ

- text


પાંજરાપોળએ પાલિકા તંત્રને પત્ર લખી એકવર્ષ પહેલા પાંજરાપોળમાં મુકેલા 1066 પશુઓનો નિભાવ ખર્ચ ન જ્યાં સુધી ચૂકવે ન ત્યાં સુધી નવા પશુઓને સાંભળવાનો ઇનકાર કર્યો

મોરબી : મોરબીમાં હાલ રાખડતા પશુઓનો ત્રાસ વધતા અંતે પાલિકા તંત્ર જાગ્યું છે.તંત્રએ રખડતા પશુઓને પકડીને ડબ્બે પુરવા માટેની કવાયત હાથ ધરી છે.ત્યારે મોરબી પાંજરાપોળએ પાલિકા તંત્રને જૂની ઉધરાણી માટે ભીંસમાં લીધું છે. જેમાં પાંજરાપોળએ પાલિકા તંત્રને પત્ર લખીને જણાવ્યું છે કે એક વર્ષ પહેલાં પાલિકા તંત્ર શહેરમાંથી 1066 રખડતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મુક્યા બાદ હજુ સુધી આ પશુઓનો નિભાવ ખર્ચ ચૂકવ્યો નથી.તેથી જ્યાં સુધી આ બાકી પેમેન્ટ નહિ ચૂકવાય ત્યાં સુધી નવા પશુઓનો સાંભળવાનો ઇનકાર કરી દીધો છે.

- text

મોરબી પાંજરાપોળએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું હતું કે,એક વર્ષ પહેલાં મોરબી નગરપાલિકા તંત્રે શહેરમાં રખડતા પશુઓને પકડીને મોરબી પાંજરાપોળ હસ્તકના મકનસર વંડા મુક્યા હતા.તે વખતે મોરબી પજરાપોળને પાલિકા તંત્રએ આ પશુ દીઠ રૂ.2500નો નિભાવ ખર્ચ ચૂકવવાનું નક્કી થયું હતું.જેમાં ગતતા.21/1/2017થી તા.20/9/2018 દરમ્યાન પાલિકા તંત્રએ શહેરમાંથી 1066 જેટલા રખડતા પશુઓને મોરબી પાંજરાપોળમાં મુક્યા બાદ હજુ સુધી આ પશુઓનો નિભાવનો અંદાજે 25 લાખનો ખર્ચ પાલિકા તંત્રએ ચૂકવ્યો નથી. તેથી મોરબી પાંજરાપોળએ આકરું વલણ અખત્યાર કરીને જ્યાં સુધી પાલિકા તંત્ર બાકી પેમેન્ટ નહિ ચૂકવે ત્યાં સુધી નવા પશુઓ સંભાળશે નહિ તેવી તાકીદ કરી છે અને પાંજરાપોળ હાલમાં આર્થીક સંકટમાંથી પસાર થતું હોય પશુઓના નિભાવ માટે વહેલી તકે બાકી પેમેન્ટ ચુકવવાની પાલિકા તંત્ર સમક્ષ માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,મોરબીમાં હાલમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.ઠેરઠેર રઝળતા ઢોરનો અંડીગો હોવાથી માર્ગો પર વારંવાર ટ્રાફિકજામ થાય છે અને ઘણીવાર પશુઓ વચ્ચે બુલફાઈટ થતી હોવાથી લોકોના જાન પર જોખમ રહે છે.ત્યારે પાલિકા તંત્ર જાગ્યું છે.અને રખડતા પશુઓને પકડવા માટે કાર્યવાહી ટુક સમયમાં કરવામાં આવે તેવા પાલિકા તંત્રએ નિર્દશ આપ્યો છે.પાલિકા તંત્રની રખડતા પશુઓને પકડવાની ઝુંબેશની થઈ રહેલી વાતો વચ્ચે જ મોરબી પાંજરાપોળએ જૂની ઉઘરાણી શરૂ કરીને તંત્રને ભીંસમાં મૂકી દીધું છે ત્યારે આ મામલે તંત્ર કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.

- text