મોરબીની મહિલા કોલેજમાંથી ગટરનું પાણી રોડ પર કાઢવામાં આવતા લોકો ત્રાહિમામ

- text


મોરબીની મહિલા કોલેજમાંથી ગટરનું પાણી રોડ પર કાઢવામાં આવતા તેમાંથી દુર્ગંધ ફેલાતી હોવાથી આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકો અને સુપર માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકો હેરાન – પરેશાન થઈ ગયા હતા. નજીકના વિસ્તારમાં રહેતા લોકોએ કોલેજમાં જઈ ફરિયાદ કરી હતી. તો પણ કોલેજના સંચાલકો દ્વારા તેનું નિવારણ લાવવામાં આવ્યું નથી. વધુમાં, કોલેજમાંથી ખરાબ પાણી કાઢવાનું હજુ ચાલુ હોવાથી આજુબાજુના વિસ્તારમાં ગંદકીનો ફેલાવો થયો છે.

- text