મોરબીમાં રખડતા ઢોરના ત્રાસ પ્રશ્ને વેરા બંધ કરી શહેર બંધના એલાનની ચીમકી

- text


રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી જાગૃત લોકોએ સમિતિ બનાવી કલેકટર, એસપી અને ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હમણાંથી એટલી હદે વધી ગયો છે કે ,માર્ગો વચ્ચે અડીગો જમાવતા રખડતા ઢોર વચ્ચે વારંવાર બુલફાઈટ થતી હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પર સતત અકસ્માતનું જોખમ રહે છે. તેમ છતાં પણ તંત્ર કોઈ નક્કર કાર્યવાહી ન કરતા અંતે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી ગયેલા જાગૃત લોકોએ સમિતિ બનાવી મોરબી કલેકટર,એસપી અને ચીફ ઓફિસરને આવેદન પાઠવીને ટુક સમયમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર ન કરાઇ તો વેરા ભરવાનું બંધ કરીને મોરબી બંધનું એલાન આપવાની ચીમકી આપી છે. આ આવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસથી મોરબી શહેરના જાહેર રસ્તા, ચૌક અને રેસિડેન્સ સોસાયટીમાં રખડતા ઢોરનો ભયાનક ત્રાસ છે. ઢોર રોડ ની બરોબર વચ્ચે બેસે છે તો ટૂ વ્હિલર અને કાર ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે .જ્યારે નાના નાના બાળકો સવારે કે બપોરે સ્કૂલ કે ખાનગી ક્લાસિસે જાય છે ત્યારે રસ્તાની વચ્ચે રખડતા ઢોરની સમસ્યાની લીધે અક્સમાત થવાનો ભય રહે છે. જો આવી પરિશ્થિતી રહી તો કોઈક માં-બાપના માસૂમ બાળક કે કોઈ વ્યક્તિનો ભોગ લેવાશે ત્યારે કોની જવાબદારી ?

- text

જ્યારે રાતે ટૂ વ્હિલર અને કાર લઈને નિકળિયે ત્યારે ઍક તો શહેરની સ્ટ્રીટ લાઈટ બંધ હોય છે અને રસ્તા વચ્ચે ઢોર બેઠા હોય છે અને કશું દેખાતું ના હોવાથી અક્સમાત અને જાનનું પણ જોખમ રહે છે.મોરબી શહેરમાં માણસો નથી રેહતા તેના કરતાંથી વધુ ઢોર રોડ અને સોસાયટી માં રહે છે. હવે ભારત દેશના વૈજ્ઞાનિકોયે ચન્દ્રયાન ચંદ્ર પર છોડ્યું છે અને આપણે હજુ તો રખડતા ઢોરની સમસ્યા પણ દૂર કરી શકતા નથી અને નવા ભારતમાં અને મોરબી શહેર ભારત દેશની સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતું શહેરની આવી પરિસ્થિતીએ આ આપણાં માટે શરમજનક બાબત છે. તેથી આ સમસ્યાનું પાંચ દિવસમાં યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે અમે મોરબીના જાગૃત નાગરિકો છીએ અને વ્યવસાય વેરો તથા પ્રોપર્ટી વેરો નગરપાલિકાના કાયદા મુજબ સમયસર ભરીએ છે. વેરા ભરવા છતાં નાગરિકને આવી ભયજનક પરિસ્થિતીમાં રહેવાનું ? એ કોઈ કાળે યોગ્ય નથી. તેથી જો આવી જ પરિસ્થિતી કાયમ રહી તો અમે લોકો વ્યવસાય વેરો અને પ્રોપર્ટી વેરો ભરવાનું બંધ કરી દેશું અને નજીકના સમયમાં આખા મોરબી શહેરમાં આંદોલન કરી મોરબી શહેર બંધનું એલાન આપીશું તેવી ચીમકી આપી છે.

- text