મોરબી અને માળિયાના ડ્રેનેજ પ્રશ્ને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉચ્ચ કક્ષાએ રજુઆત

- text


બન્ને પાલિકાઓમાં ચીફ ઓફિસર મુકવા તેમજ ડ્રેનેજની નબળી કામગીરી કરવામાં જવાબદાર સામે શિક્ષાત્મક પગલાંની માંગ

મોરબી : મોરબી – માળીયા નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજના નબળા કામને લીધે પાણી પૂરવઠા બોર્ડ અને નગરપાલિકા વચ્ચે આ યોજના સંભાળવા અને ચલાવવા માટે જે ગજગ્રહો ચાલે છે તેનાથી મોરબી અને માળીયાની પ્રજા ભારે મોટી પરેશાની ભોગવે છે. તે અંગે મોરબી – માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી
પુરવઠા વિભાગના સચિવ અને શહેરી વિકાસ સચિવને તાકીદનો પત્ર પાઠવી ડ્રેનેજની નબળી કામગીરી અંગે સંબંધિત સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થાય. તદઉપરાંત આ ડ્રેનેજની સુવિધાનો સમયસર આ બંને શહેરની પ્રજાને લાભ મળે તે માટે નક્કર કામગીરી હાથ ઘરાઈ તેવી મોરબી પ્રજાજનોના હિતમાં માંગણી કરી છે.

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પત્રમા જણાવ્યું છે કે મોરબી અને માળીયા નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. ચાર્જથી આ જગ્યાઓ ચલાવાય છે. જેને કારણે નગરપાલિકા દ્વારા પ્રજા હિત રસ્તા, પાણી, ગટર, સાફ – સફાઈ વિગેરેના કોમ ટલે ચડે છે. અને ચીફ ઓફીસરના અભાવે નગરપાલિકાની કામગીરીનું યોગ્ય નિયમન કરવામાં પણ અવરોધ ઉભો થાય છે. ખુદ મુખ્યમંત્રીને તેમજ વિધાનસભામાં વારંવાર રજૂઆત કરવા છતાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એ ગ્રેડની આ નગરપાલિકામાં ચીફ ઓફીસર ન
મુકીને મોરબીની પ્રજાને કેમ હેરાન – પરેશાન કરવામાં આવે છે તે સમજાતું નથી.

- text

તો આ ચીફ ઓફિસરની ખાલી જગ્યા તાકિદે ભરવા તેમજ મોરબી શહેરમાં સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેશન, મહેન્દ્રપરા, માધાપર સહિત વિવિધ વિસ્તારોમાં નબળા ડ્રેનેજને લીધે ઉભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે
કલેકટર અને બંને નગરપાલિકા પ્રમુખ અને વહીવટી તંત્ર સંકલનમાં કામગીરી થાય, તદઉપરાંત મોરબી શહેરમાં બિન માલિકીના ૨ખડતા ઢોરના ઉપદ્રવને લીધે લોકોને અને વાહન ચાલકોને જે મુશ્કેલી પડે છે તેનું પણ નિરાકરણ લાવવા ખાસ તાકિદ કરી છે.

વધુમાં બ્રિજેશ મેરજાએ મોરબી શહેરમાંથી પસાર થતો ભકિતનગર સર્કલથી
ત્રાજપર ચોકડી સુધીનો માર્ગ કે જે ગુજરાત સરકારના માર્ગ – મકાન વિભાગ હસ્તકનો રસ્તો છે. તે રસ્તા ઉપર ઠેર – ઠેર પડેલા ગાબડાનું મરામત કામ રી – સર્ફેસિંગ કરીને થાય તે માટે સચિવ, માર્ગ – મકાન વિભાગને પણ વિગતવાર
રજૂઆત કરી છે. ઉપરાંત અતિવૃષ્ટિને લીધે મોરબી -માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકના રસ્તાઓ અને નાલા, પૂલિયાના કામો માટે અતિવૃષ્ટિને ધ્યાને લઈ ખાસ મરામત ગ્રાન્ટ ફાળવીને નિયત સમય મર્યાદામાં આ કામો પૂર્ણ કરવાની પણ માંગણી ઉઠાવી છે.

- text