મોરબી : 30મીએ આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંમેલન યોજાશે

- text


જિલ્લા-તાલુકાના નવયુક્ત હોદ્દેદારોની નિમણુંકના કાર્યક્રમનું આયોજન

મોરબી : આગામી 30/08/2019ના રોજ સવારે 10 કલાકે સીધ્ધી વિનાયક હોલ, શનાળા રોડ સરદાર બાગ સામે, સત્યમપાન વાળી શેરી, મોરબી ખાતે આપ.ની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ, અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભેમાભાઈ ચૌધરી ઉપસ્થિત રહશે.
પ્રજાહિતની રાજનીતિમાં આવવા માંગતા યુવાનો અને સામાજિક કાર્યકરોને મોબાઈલ નંબર 7265899777 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text